બાય બાય 2013

 નવા વર્ષ ના હજી 2 કલાક બાકી છે ને આટલા મહિના પછી હું પોસ્ટ લખું છું. આ વર્ષ લગભગ અવરેજ ગયું. અત્યારે કોમ્પુટર નથી એટલે હું થોડા માં પતાવું છું.

ગેટની પરીક્ષા આપવામાં  આવી. તેમાં પણ નિષ્ફળતા મળી.
ત્યારબાદ એમ.ઈ કરવાનું માંડી વાળ્યું.
તેના પછી જુન મહિનામાં નોકરી એ લાગ્યો(ડીટેઇલ માં પછી વાત કરીશ)
નોકિયા લુંમીયા મોબાઈલ ફોન લીધો.
ત્યાર બાદ કોમ્પ્યુટર બગડ્યું.
 બસ ...એટલુજ..
મળીશું નવા વર્ષ માં

ગૌરવના લગ્ન

પહેલી વખત મારા કોઈ મિત્રના લગ્ન આવ્યા. આજે સવારે જાનમાં જવામાં આવ્યું. સાથે હાઇસ્કુલ ના મિત્રો કે પછી કલાસમેટ જેવાકે કૃણાલ, જયદીપ(J.D), બ્રિજેશ, હાર્દિક વગેરે વગેરે હતા. લગભગ સવારે સાડા આઠે જન ઉપાડી ને પાટણ પહોચતા સાડા અગિયાર વાગી ગયા. ત્યાં જતાની સાથે ગાંઠિયાની ડીશ ખાવા મળી પછી સાડા બાર વાગે જમણવાર. જમણવાર પછી રણકી કે રાણી કી વાવ જોવા નીકળી પડ્યા. પાંચ રૂપિયાની ટીકીટ લીધી.લગભગ અગિયારસો વર્ષ જૂની વાવમાં થોડું ઘણું સમારકામ કર્યું હતું. આજુ બાજુમાંથી થોડું ખોદકામ કરવામાં આવ્યું હતું. તેમાંથી વાવના પાછળના ભાગે કેટલાક પગથીયા મળી આવ્યા.હવે ત્યાંથી બહાર નીકળીને લીંબુ સરબત પીધું. અને પછી સહસ્ત્ર-લિંગ તળાવ જોવા ગયા ત્યાં એક કલાક ફર્યા.પછી પાંચ-દશ મિનીટ મ્યુઝિયમ માં બેઠા. તેના પછી પાટણના પ્રખ્યાત પટોળા જોવા ગયા.એક પતોડો લગભગ લાખ - દોઢ લાખનો અને બનાવતા ત્રણ કે છ મહિના થાય. અને પાછા વાડીમાં આવ્યા. ત્યાં સુધીમાં ગૌરવ પરણી પણ ગયો હતો. લગભગ ચાર-પાંચ વાગી ગયા. આજુ બાજુ માંથી સોડા પીધા.અને પાછા સાડા સાત વાગ્યે ઘરે આવ્યા.

વગેરે વગેરે...
ઠંડીમાં સુધારો થયો...

ટેન્શન


ડીગ્રી નું સર્ટીફીકેટ આવી ગયું છે. જી.ટી.યુ.નો  ઘણો ઘણો આભાર. કાન માં કહું તો જી,ટી.યુ ને આપણા છાપા વાળાઓએ વગોવવામાં કઈ બાકી રાખ્યું નથી. અમારા સમાજ ના સમૂહ લગ્ન હતા તે દિવસે જ સર્ટિ આવ્યું. ભારતીય પોસ્ટ સેવાનો પણ

દિલથી  આભાર! આ વખતે પણ  ગઈ વખત ની જેમ સમૂહ લગ્ન કલોલ ખાતે રાખવામાં આવ્યા હતા ગેટ ની પરીક્ષા હોવાને કારણે આવખતે સમૂહ લગ્નમાં ના ગયો.

રવિવારે મહેસાણા ગેટની પરીક્ષા આવી.અને ગઈ...

આમતો હુ પર્સનલ વાતો આ બ્લોગમાં શેર કરતો નહિ પણ આમેય કોને કહેવું (? કોઈ સંભાળનાર નથી!)
...અને આજે એક સબંધી ના છોકરાના લગ્ન માં જમણવાર માં જવામાં આવ્યું. આંખ પણ લગભગ આંસુ નીકળવાની તૈયારી હતી.(પણ ના નીકળ્યા મારી હિમ્મત ને દાદ દેવો પડે તેમ છે આખરે તો એન્જીનીયર) જયારે કોઈ દુઃખ થાય ત્યારે વધુ ખવાય છે કે ખાવામાં આવે છે જયારે પોતાનું છીનવાઈ જાય ત્યારે.( આ બધી વાત આવતી પોસ્ટમાં કરીશ.)
૧૨મી તારીખે જાનમાં(અમદાવાદ)પણ હાલત ખરાબ રહી.અને આજે તેરમી તારીખે પણ હાલત ખરાબ(એટલેકે ટેન્શન, દુઃખ) છે. આજે પણ વધુ ખાવામાં આવ્યું અંબાજી માતાના મંદિરે.અને મંદિરથી ઘરે ત્રણ કિમી એકલો જ ચાલતો ઘરે આવ્યો.

કોઈ સાંત્વના આપનાર હોય તો સારું. એટલે કે કોઈ સક્ષમ ગુરુ (પ્રોફેશર).(એન્જીનીયર નઈ)

ન્યુઝવાળાઓ ઝીન્દાબાદ

ગઈ કાલે એક ન્યુઝ ચેનલમાં સૂર્ય કલંક ને લઈને એવા ગપ્પા છોડવામાં આવ્યા કે :
બ્રહ્માંડ માં સૂર્ય ની ગરમી કે તાપમાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી.(અરે ભાઈ સૂર્ય કરતા પણ તપેલા ઘણાય તારાઓ બ્રહ્માંડમાં છે અરે આપણી આકાશ ગંગામાં (કે દૂધગંગા) માં)
જુઓ તમે પહેલી વાર આ સૂર્ય કલંકો જોઈ રહ્યા છો.(ખોટી વાત અમુક સમયે સૂર્યમાં હાઇડ્રોજન - હિલીયમ વચ્ચે સંક્રમણ વધી જતા આ પ્રકારના વિસ્ફોટો જોવા મળે છે.ઈ પછી નાના હોય કે મોટા હોય.)
પૃથ્વી ને ફરતી બતાવવામાં આવી.ફરતી પૃથ્વીની તસવીર લેવામાં એવો ઉપગ્રહ બનાવવામાં આવ્યો છે જે કલાકના ફલાણા-ઢેકણા કિમી/કલાક ની ઝડપે જઈ શકે છે, અને એવું કહેવામાં આવ્યું કે તમે પહેલી વાર પૃથ્વી ને ફરતી જોઈ રહ્યા છો.(અમારા જેવાઓએ કેટલીય વાર પૃથ્વી ને ફરતી જોઈ છે (કોમ્પ્યુટર હા))

જાન્યુઆરી - ૨૦૧૩

૨૭મી તારીખે ચંદુ ને બી.ઈ પૂર્ણ થયા પછી પહેલી વાર મળવાનું થયું. ચંદુ ગણપત ખેરવા માં એમ.ટેક કરે છે. એ દિવસે રવિવાર હતો તો પણ એમના વાયવા અને પ્રેક્ટીકલ હતા લો બોલો! ચંદુ પાસેથી વિઝ્યુઅલ સ્ટુડિયો લેવામાં આવ્યો અને સાથે થોડા ઘણી મુવી. મુવી હવે ૧૦મી તારીખ પછી જોવામાં આવશે. કારણ ગેટ-૨૦૧૩.હાલત ખરાબ થઇ જાય તેવી તૈયારી કરાવી પડે ને પાસ થવાય તો સારું.બાકી જી.ટી.યુ માટે કેટ તો છે જ.

વગેરે વગેરે .. ..
  • ઉત્તરાયણ મનાવવામાં ન આવી.
  • જી.ટી.યુ કન્વોલ્યુંશન માં હબળો થયો.
  • સી શાર્પ પ્રોગ્રામિંગ લેન્ગવેજ શીખવાની ચાલુ કરી.
  • અને હવે ગેટ ની પરીક્ષા માટે રીવીઝન ...